આઘ્યાત્મિક યોગ

June 21, 2020by Avani0

આઘ્યાત્મિક યોગ 

https://www.blogarts.in/wp-content/uploads/2020/06/meditation.jpg
” યોગ ” એ શરીર અને મનને શાંત કરીંને શારીરિક એ માનસિકતા વચ્ચે સંતુલન બનાવી મગજને શાંત બનાવે છે. માટે યોગ કરવા જોઈએ। પણ બધા લોકો માટે આ અશક્ય છે. કારણકે આળસ, સમય નથી,મન નથી થતું આમ કેટલાય બહાના જેમ સારા કાર્યમાં વિઘ્ન આવે તેમ અહીં પણ આવી જાય છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/Bhakti-Yoga.jpg

           આજે આપણે આઘ્યાત્મિક યોગ  વિષે વાત કરીએ જે 2020 વર્ષમા ખુબ ઉપયોગી સાબિત થશે અને બધા જ પ્રકારના યોગમાં સૌથી સરળ 😇છે. તેની અસર ડાયરેક્ટ મનને કરશે। કહેવાય છે કે ” મન સારું તન સારું !” મન ઉપર શરીરનું સંતુલન જળવાય છે. 

https://www.blogarts.in/wp-content/uploads/2020/06/yog1.png
મન :
  • મનને તંદુરસ્ત બનાવવા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
  • 24 કલાલમાં લગભગ હજારો વિચાર આવતા હોય છે.
  • જેમાંથી 80 % નેગેટિવ હોય છે. 
  • કારણકે નકારાત્મક વાતો આપણે જોઈએ, સાંભળીએ અને અવારનવાર એક – બીજાની સાથે શેર કરીએ છીએ.
  • આખો દિવસ નકારાત્મક વાતોની અસર મગજમાં થતી હોવાથી તેની અસર મન પરથી થઈને શરીર પર થાય છે. 
નબળા મનથી થતા ગેરલાભ :   
  • આથી મન નબળું થતું જાય છે આથી માનસિક બીમાર હોવાથી શારીરિક પણ નબળા થતા જઈએ છીએ.
  • માટે શરીરમાં સુસ્તી, આળસ, ગુસ્સો, કંટાળો વગેરે થાય છે.
  • હવે તે વિચારોને વારંવાર યાદ કરવાથી તેની અસર મન પર ઊંડે સુધી થઈને શરીરને અસ્વસ્થ બનાવે છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/Untitled-design-10-copy-5.jpg
શુદ્ધ વિચારનો ઉપાય :
  • વિચારોને આપણે અટકાવી શકતા નથી પણ વિચારોને સારા જરૂર બનાવી શકીએ છીએ.
  • તેનો બેસ્ટ ઉપાય આઘ્યાત્મિક યોગ છે.
  • આઘ્યાત્મિક યોગએ પ્રાર્થના સાથે જોડાયેલો હોવાથી તેને “ભક્તિ યોગ” એવું પણ કહેવાય છે. 
  • રાતે સુતા પહેલા અને સવારે ઉઠી ત્યારે આપના મનમાં જે વિચારો ચાલતા હોય તેની અસર આખા દિવસ સુધી મન અને શરીર પર રહે છે.
  • માટે તે વખતે પ્રભુને યાદ કરીને હકારાત્મક સંકલ્પ કરવામાં આવે તો મન પર તેની સારી અસર થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/bhakti-yog-1.jpg
દીવાનું મહત્વ :
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/bhakti-yoga-Immersion.jpg
  •  આપણે સવાર – સાંજ ઘરમાં ભગવાન પાસે દીવા કરીએ છીએ જે પહેલાથી જ ચાલ્યું આવે છે.
  • તે સમયે પ્રભુને યાદ કરવાથી આપણી આસપાસનું વાતાવરણ દીવાની જ્યોતની માફક પ્રકાશિત થાય અને વિચારો શુદ્ધ થાય.
  • હકારાત્મક વિચારો કરવા પણ એ ખુબ મુશ્કેલ છે તો બધી જ નકારાત્મકતાને શરીરમાંથી કાઢવા અને મનને પ્રફુલ્લિત બનાવવા વિચારોને પ્રાર્થનાના માધ્યમથી શુદ્ધ કરીએ।
આઘ્યાત્મિક યોગ :
  1. રાત્રે સુતા પહેલા પ્રભુને યાદ કરવા।
  2. સવારે ઉઠતા પહેલા ભગવાનને યાદ કરીને હકારાત્મક સંકલ્પો કરવા।
  3. કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે મનમાં પ્રભુનું સ્મરણ કરવું।
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/pray.png
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/mormon-PrayingWithChildren.jpg

ફાયદા :

  1. આ એક એવો યોગ છે જેનો કોઈ નિર્ધારિત સમય નથી, જ્યારે મન થાય ત્યારે, ભૂખ્યા રહયા વિના, ગમે તે ઉંમરની વ્યકિત કરી શકે છે.
  2. બધા જ યોગમાનો સૌથી સરળ યોગ “ભકિત યોગ” છે.
  3. સુખ – દુઃખ  કોઈપણ સમયને પચાવી શકીશું.
  4. જોયેલા દરેક સપનાઓ પુરા થશે. કારણકે પ્રભુનું સ્મરણ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે , તે કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવા પૂરતી મદદ કરશે।
  5. ભગવાનના સતત ચિંતનને લીધે શરીરમાં હકારાત્મક શકિત જન્મશે જે મન અને શરીરને સુખ આપશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/akhandabhajan2001_1.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This