આપણું બાળપણ બાળક સાથે !!! - Blog Art

June 15, 2020by avani0

આપણું બાળપણ બાળક સાથે !!!

https://www.blogarts.in/wp-content/uploads/2020/06/taimur.jpg
  • કહેવાય છે કે દુનિયામાં સૌથી સુખી બાળક છે.
  • જેને સુખ, દુઃખ, ડર, લોભ, ઈર્ષા  વગેરે જેવા જીવનને દુઃખી કરે એવા તત્વો સમજાતા નથી,
  • તેને તો બસ આનંદની વ્યાખ્યા જ સમજાય છે.
  • બાળક જેમ મોટું થતું જાય તે પોતાની જાતે સફર કરતું થાય છે ત્યારે તેના જીવનમાં કેટલીય ઘટના ઘટે છે
  • તેનો સામનો તેને જાતે જ કરવાનો હોય છે.
  • કોઈવાર ખરાબ મિત્રોની સંગત તેના જીવનને બગાડી જાય છે ,અને  
  • તેની સાથે ન ઘટવાનું ઘટી જતા તે તનાવનો શિકાર પણ બને છે.
  • તો આજે આપણે બાળકના જીવનને એક નવી ગતિ અને થોડો સ્નેહ મળે તે માટે એક મહત્વની બાબત  કપરા સમયમાં શેર કરીએ ,
  • તે છે “આપણું બાળપણ” !!!
આપણા બાળપણની વાતો  :
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/games-1280x709.png
સ્કૂલો     –     મોટા મેદાનો ધરાવતી સરકારી શાળાઓમાં ભણવાનું, રિસેશમાં સાથે મળીને ઘરેથી લાવેલું ટિફિન મિત્રો સાથે જમવાની મજા
પાર્ટી      –     પરીક્ષાના છેલ્લા દિવસે ભેળ અને પાણીપુરી બનાવાની અને પરીક્ષા પુરી થયાની ઉજવણી કરવાની , 
રીઝર્ટ    –     મમ્મી પપ્પા પાસેથી મળેલો ઠપકો , પ્રસંશા , 
કલાસ   –     કલાસ રૂમમાં કરેલા તોફાન, ટીચરને ખબરના પડે તેમ કરેલો નાસ્તો 😋, ટીચરની નકલ 😜, બોરિંગ લેક્ચરમાં 😴
વગેરે ઘણું બધું।…….

તો ચાલો, આપણે બાળપણમાં કરેલ મસ્તી, ભૂલો અને તેનું સમાધાન ,

સ્કૂલમાં કરેલા તોફાન, પરીક્ષા, વગેરે 

યાદો આપણા બાળકો સાથે વહેંચીએ તેનાથી બાળકના  જીવનમાં આવતા ફાયદા જાણીએ।

બાળકને થતા ફાયદા :
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/baby-eff.png
મનોબળ મજબૂત થાય :
  • મનોબળ મજબૂત તો કાર્ય મજબૂત !
  • બાળકમાં કોઈપણ ચુનોતી સામે લડવાની ક્ષમતા હોય પણ તે તેને કરી જ શકશે તે માટે મનોબળ પણ મજબૂત જોઈએ।
  • કોઈક વાર આપણા જીવનના ઉદાહરણો બાળકના મનોબળને મજબૂત બનાવવા ઉપયોગી સાબિત થતા હોય છે.
  • માટે આપણે આપણા સંતાનોને તેની ઉંમરમાં આપણે કેવી રીતે રહેતા હતા તે શેર કરીએ।
  • તેના જેવી સમસ્યાઓ થતી તો ત્યારે આપણે તેનું નિવારણ કેવી રીતથી લાવતા બધું જ આપણા બાળકને કહેવું જોઈએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/mnobl.png
ખુલીને મુશ્કેલી શેર કરે :
  • કોઈક ઘરમાં બાળકો ઉપર ધ્યાન આપવામાં આવતું ન હોય ત્યારે બાળક પોતાને એકલું સમજતું હોય છે.
  • તે પોતાની ખુશી પણ કોઈ સાથે વહેંચવા તૈયાર નથી હોતું તો મુશ્કેલી તો દૂરની વાત કહેવાય।
  • આપણે થોડીવાર તેની પાસે બેસીને તેની દિનચર્યાની ચર્ચા કરીને આપણી યાદો વાગોળી જોઈએ।
  • કોઈક વાર વાત વાતમાં તે પોતાની મુશ્કેલી આપણી સાથે વહેંચી દેશે।
  • આપણે તેની વાત સાંભળશું તો તે પોતાની મુશ્કેલીઓ પણ આપણી સાથે વહેંચશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/shre-problem.jpg
માતા પિતાને મિત્ર સમાન માને :
  • અમુક ઉંમર પછી સંતાનોને માં બાપ ટકટક કરતા હોય તેવું લાગે છે.
  • ત્યારે આપણે તેના માર્ગદશક બનીએ પણ,
  • તેના મમ્મી પપ્પા બની ને નહીં , તેના મિત્ર બનીને 😊 !
  • આપણે નાનપણમાં કરેલી ભૂલો તેની સામે સ્વીકારવાથી તેના મનમાં આપણી માટે મિત્ર ભાવ જન્મશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/best-friend.jpg
આત્મવિશ્વાસ વધે :
  • અચાનક જીવનમાં આવેલી મુશ્કેલીનો સામનો આપણે કેવી રીતે કર્યો હતો તે વાત તેને કરીએ।
  • એકવારમાં કોઈપણ કાર્ય થતું જ નહીં।
  • મહેનત, આત્મવિશ્વાસ, ધીરજ, હાર ન માનીએ તો કોઇ કાર્ય અશક્ય નથી.
  • જીવનમાં બનેલા સાહસિક પ્રસંગો સંતાનો ને કહેવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે.
  • તે ખોટું કાર્ય કરતા બચશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/06/Untitled.png

avani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This