બાળકને શીખવવું પડશે Social Distancing ! - Blog Art

June 30, 2020by avani0

બાળકને શીખવવું પડશે  – Social Distancing !

પ્રસ્તાવના :
 • કોરોનાએ પોતાની ભયંકરતાથી વિશ્વને વાકેફ કરી દીધા છે.
 • આપણે દિવસો સુધી ઘરમાં રહયા ! 
 • પરંતુ હવે તો લાગે છે કે આ કોરોના મહેમાન નહીં પણ એક સદસ્ય બનીને પૃથ્વી પર રહેવા આવી ગયો છે.
 • આ બીનબુલાયેં દુશમન જીવાણુંને હવે આપણા રૂટિન લાઈફમાં સ્વીકારવો અનિવાર્ય છે.
 • બાળકો પર કોરોનાની અસર હજી વર્તાણી નથી કારણકે આપણે તેને ઘરની બહાર નીકળવા દેતા નથી.
 • પરંતુ હવે ધીમે ધીમે શાળાઓ ખુલશે અને તમામ વ્યવસાયો શરૂ થવા જઈ રહયા છે.
 • તો હવે આપણે આપણા બાળકોને શિસ્ત, સલામતી, સંસ્કાર, ની સાથે જ કોરોનાની સામે પોતાનું રક્ષણ કેમ કરવું તે પણ શીખવવું પડશે।
 • બાળકને આપણે કહીએ તેમ માસ્ક પહેરીને ડાયલોગ તો ફટ બોલી જાય “घर पे रहिए , सुरक्षित रहिए !” વગેરે। 
 • પરંતુ તેના કોમળ મન પર કોરોનાની ભયાનકતાનો પ્રભાવ ન પડે તે માટે આત્મસુરક્ષા શીખવવું પડશે।
 • હંમેશા પોતાના બાળક માટે ચિંતિત રહેતી મમ્મીએ પણ હિંમત રાખીને પોતાના સંતાનને તેના ઉત્તમ ભવિષ્ય માટે શાળાએ મોકલવું પડશે।
 • તો ચાલો જોઈએ આપણે બાળકોને કોરોનાથી લડવા આપણે કેવી તાલીમ આપી શકીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/mummy.jpg
તાલીમ :
રૂટિનમાં ફેરફાર :
 • બાળકો માટે સમયપત્રક મહત્વનું કાર્ય કરે છે.
 • તેનું કાર્ય હમેશા સમયસર થતું હોવાથી અચાનક આવી જતા લોકડાઉનથી બાળકમાં ફેરફાર જોવા મળે છે.
 • બાળકોના ડોક્ટર રોશની કુમારના મતે “આ લોકડાઉનના સમયમાં બાળકો પાસે કઈ પણ અપેક્ષા રાખવી એ મુશ્કિલ બાબત છે.
 • માટે ધીમે ધીમે ભવિષ્યને આધારે આપણી સાથે બાળકોને પણ આ ભયાનકતાને સ્વીકારી શકે તેવા પ્રયત્ન કરીએ.
Happy family time! Two children daughters with mother and daddy. Mum, dad and girls playing at home.
માસ્ક પહેરવાની સલાહ :
 • શાળાએ અને કલાસમાં બાળકને માસ્ક અનિવાર્ય થશે.
 • તો આવા સમયમાં ઘરમાં રહીને પણ અમુક સમય બાળકને માસ્ક પહેરવાનો નિયમ બનાવવો જોઈએ।
 • આથી બાળક જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે માસ્કથી ટેવાય જાય.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/IMG_0261.jpg
અંતર રાખીને જોડાયેલા રહેવું :
 • એક વાત યાદ રાખવી કે આપણે સામાજિક અંતર રાખવાનું છે તેનો મતલબ એ નથી કે આપણે દિલથી પણ અંતર રાખવાનું છે!
 • આપણે વિડીયો કોલ કરીને આપણી નજીકના સો કોઈ સાથે વાત કરીને તે આપણી પાસે હોય તેવી અનુભૂતિ કરી શકીએ છીએ.
 • બાળકો પોતાની શાળા અને તેના ટીચરને દરરોજ જોવા ટેવાયેલા હોય છે.
 • તો બાળકો  ટીચર કે તેના મિત્રો સાથે વિડીયો ચેટ કરીને ટીચર સાથે જોડાયેલા રહી શકે છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/student-learning-online-using-web-conferencing-and-vide-calling-technology-and-systems-1080x675-1.jpg
લીડર બની ટોળું થતું અટકાવવું :
 • 5 કે તેથી વધુ લોકોએ ભેગું ન થવું।
 • જો શાળા કે કોઈપણ જગ્યાએ લોકો કે વિધાર્થી ભેગા થાય તો બાળકને તાલીમ આપવી કે તે એ ટોળાને વિખરાઈ જવા કહે.
 • બાળકને આપણે તેનું અને તેની આસપાસના દરેકનું ધ્યાન રાખતા શીખવવાનું છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/05/dis.jpg
એકબીજાની વાતો સાંભળવા કહેવા ધીરજ રાખવી :

આ સમય જેટલો આપણી માટે આશ્ચર્યચકિત છે તેનાથી અનેક ગણો બાળકો માટે છે.
અચાનક ઘરમાં રહેવા શું કામ કહેવામાં આવે છે તેનાથી તે અજાણ છે.
માટે ધીરજ રાખીને તેના મગજમાં ઉતપન્ન થતા પ્રશ્નોનું યોગ્ય જવાબ આપીને આ મહામારી સાથે જીવતા શીખવવાનું છે.
જ્યા સુઘી ઘરમાં છીએ ત્યાં સુધીમાં બાળકો તંદુરસ્ત બને તેવો ખોરાક અને દિનચર્યા સેટ કરીએ।
અચાનક આવેલી નવીનતાને જીવનમાં અપનાવતા બાળકને વાર લાગશે પણ ટેવાશે જરૂર!
બાળકને Covid – 19 જાણ હળવાશથી તેના મન પર કોઈ દબાણ કે ડર ન જાગે તે રીતે કહેવાનું શરૂ કરો.

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/parenting.jpg
ટિફિન શેર ન કરવું :

બાળકને એક વાત ખાસ સમજાવવાની છે.
ટિફિન શેર ન કરવું।
કોઈનું આપણા બાળકે ન ખાવું અને ન તો જમવા દેવું એ ખુબ જરૂરી છે.
 

https://www.blogarts.in/wp-content/uploads/2020/05/8.27.CHILDREN.CC.DiscipleLunchbox.jpg
વારંવાર હાથ ધોવા :

         બાળકને આ મહત્વની બાબત ખાસ કહેવી,
કઈ પણ મોઢામાં નાંખતા પહેલા હાથ બરાબર સાબુથી સાફ કરવા।
શરીરમાં ખાસ કરીને ચહેરા પર હાથ ધોયા વિના અડકવું નહીં।
આપણે જેને મળીએ તેને પણ હાથ ધોવાની સલાહ કરીએ।

Kid washing hands with mom in the bathroom.

***********************************

avani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This