Debate – બાળકના માટે ઉપયોગી !

July 2, 2020by Avani0

Debate – બાળકના વિકાસ માટે ઉપયોગી !

પ્રસ્તાવના :
  • કોઈ વાતને ઉકેલવી હોય તો તે વિષે ચર્ચા કરવી જરૂરી છે. કોઈ વાર એક વાત ઉપર વધારે વિચારવામાં આવે તો તેનું સાચું પરિણામ આવતું હોય છે.
  • મહામંથન કાર્યક્રમ દેશ – દુનિયામાં બનેલી ઘટનાની ચર્ચા જ કરે છે.
  • લોકો પોતાના પ્રશ્નો ફોન દ્વારા કહે છે અને ઈશુદાનભાઈ તેની ચર્ચા આમંત્રિત મહેમાનો સાથે કરે છે.
  • ઘણી વખત આવી ચર્ચાઓમાં પ્રશ્નોનો જવાબ મળી જ હોય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/EbcUnfTUwAAhLoj.jpg
  • બાળકના વિકાસ માં પણ ચર્ચા એક મહત્વ નો ભાગ ભજવે છે.
  • કોઈ એક વિષય બાળકને આપવામાં આવે અને તેના વિષે બાળકને કંઈક બોલવાનું કહેવામાં આવે તો તેની આવડતની ચકાસણી થઈ શકે છે.
  • આથી જ તો સ્કૂલોમાં બાળકોને માટે Debate Competition કરવામાં આવે છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/unnamed.jpg
  • આમ પણ અત્યારે સ્કૂલો તો શરૂ થવાની નથી.
  • હવે તો સુપર મમ્મીઓએ પોતાના બાળકની બેસ્ટ ટીચર પણ બનવાનું છે.
  • આથી એક પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે ઘરમાની કોઈ પણ ચીજ વસ્તુ બાળકને આપવી ત્યારબાદ તેની સાથે ચર્ચા કરવી , તે વસ્તુ વિષે શું જાને છે તે જોવું અને તેની સાથે આપણે એક મિત્રભાવે રસ લેવો।
  • આ પ્રવૃત્તિ બાળકના મગજશક્તિને વિકસાવવા અગત્યનો ભાગ ભજવશે।
  • બાળકને કોઈપણ એક વિષય પર Debate કરીને  તેની આવડત ચકાસીએ અને તેનાથી થતા ફાયદા જોઈએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/123.png
બાળકની વિચારસરણીમાં સુધારો :
  • કોઈ એક બાબતને બાળક અનેક રીતથી વિચારતું થઈ જાય છે.
  • સાચુ – ખોટું, નફો – નુકશાન, વગેરે અનુમાન કરતા શીખી જાય છે.
  • કોઈ વિષય પર બાળક તેના મિત્રો સાથે બેસીને ચર્ચા કરતું હોય ત્યારે તેનું ધ્યાન સંપૂર્ણ તેમાં હોવાથી તેનામાં સ્થિરતા આવે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/12_1481186412ArtCraft.jpg
જાહેરમાં કે ભીડમાં પોતાની રજુયાત નીડરતાથી કરી શકે :
  • બાળક સ્કૂલ માં કે ઘરમાં બધાની સાથે કોઈપણ વસ્તુ કે વિષય પર પ્રશ્નો કરતું હોય અને તેમાં હોય તો તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
  • તે નીડરતાથી પોતાની વાત અન્ય કોઈપણ જગ્યાએ કરી શકશે।
  • પોતાનું બાળક કેટલું જાણે છે તેની જાણકારી માતા – પિતાએ કરવાની જરૂર નહીં રહે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/0_YeOcpuXMkDP6I5-M-1280x914.jpeg
ધ્યાનથી સાંભળવાની શક્તિ વિકસે :
  • ચર્ચા કરવાથી બાળકને તેમાં કંઈક કહેવાનું મન થાય, તો પહેલા એ ત્યાં બેઠેલા સો કોઈની વાત એક ધ્યાન થઈને સાંભળશે।
  • જે તેને અનેક જગ્યાએ મદદરૂપ થશે.
  • સારી રીતથી ભણવા માટે પણ ટીચર જે બોલે તે એકાગ્રહતાથી સાંભળવું પડે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/19EPBSSTEM11.jpeg
વિચારોનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે :
  • વિચારો માણસના શરીરમાં સ્વાસની માફક રહે છે.
  • એક મિનિટમાં કેટલાય વિચારો આવીને જતા રહે છે.
  • બાળક વિચારો ઉપર ધ્યાન આપીને તેનો અમલ કરવો કે નહીં ચર્ચા કરવાથી તેનામાં એ આવડત કેળવાય છે.
  • બાળક હાસ્યનો ભોગ બનતું નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/07/kids-daily-routine-activities-vector-20635297.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This