Learn at Home

April 16, 2020by Avani0

રમત સાથે અભ્યાસ      

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/family-doing-household-chores-clipart-1.jpg

પ્રસ્તાવના :-                 

           

  • અત્યારે લોકડાઉનના સમયમાં બાળકનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવાનું છે.
  • બાળક ને પણ ઘરમાં ને ઘરમાં રહેવું એક ચેલેન્જ છે. 
  • વેકેશનનો સમય બાળકને મન મિત્રો સાથે ક્રિકેટ, સંતાકૂકડી, દોડાદોડી કરવા માટે છે.
  • કદાચ પહેલી વખત આપણું બાળક આમ ઘરમાં રહીને પોતાનું વેકેશન મનાવતુ હશે. 
  • જેમ આપણે ઘરમાં રહીને આપણી ઉદાસી ને  કંટાળો વિડીયો બનાવીને વાયરલ કરીએ છીએ તેમ બાળક કરી શકતું નથી.  
  • બાળક પોતાની ઉદાસીનતા અને નારાજગી આપણને કહેવાનું નથી પણ આપણે સમજવાનું છે.
  • આથી આજે આપણે બાળકને ઘરમાં રહીને વિવિધ રમતો અને પ્રવૃતિઓ કરાવીને તેને સતત કાર્યરત રાખવાનો પ્રયત્ન કરીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/b-640x611.png

પ્રવૃત્તિ :-

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/pr1.png
ઘરના કામોમાં બાળકની મદદ લેવી  :-
  • બાળકને કિચન માં ખુબ મજા પડતી હોય છે આપણે જ્યા સુધી રસોઈ કરીએ ત્યાં સુધી તે ત્યાંને ત્યાં જ રહે છે। 
  • તો આવા સમયમાં આપણે તેને ગમતી પ્રવૃત્તિ કરવા દઈએ જેથી તેનો સમય પસાર થાય.
  • બાળક કપડા ધોવે, કચરો સાફ કરે, પોતું કરે તો તેની શકિત વપરાય છે.
  • આથી તે સમયસર ખોરાક લે છે.
  • આથી સારી ઊંઘ કરીને રોગમુક્ત રહે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/plat.png
ફૂલોની માવજત કરતા શીખવવું  :-
  • ફૂલ – છોડ બધાના ઘરે હોય છે.
  • નવરાશના સમયમાં બાળકને ફૂલને પાણી પીવડાવતા અને તેનો ઉછેર કરતા શીખવવું જોઈએ।
  • આથી બાળકને ફૂલ – ઝાડ પ્રત્યે લાગણી રહે.
  • તેને હરિયાળીનું મહત્વ સમજાવી તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ઉપયોગી છે તેની સમજ કરાવવી।
  • બાળક કંઈક નવી જ રમત તેની માટે ઉપયોગીતા શીખશે ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/f-2.png
પુસ્તકોની ગોઠવણી :-
  • અત્યારે શાળામાં રજાઓ ચાલી રહી છે.
  • અમુક બાળકોને બધું જ મમ્મી તૈયાર કરી આપતી હોય છે.
  • અત્યારે ફ્રી સમયમાં બાળકને પોતાના પુસ્તકો ગોઠવતા શીખવીએ।
  • સરખી ગોઠવણીથી પુસ્તક ગોતવામાં સરળતા રહે આમ આવા અનેક ફાયદા સમજાવવા।
  • આમ , બાળકને રમત રમતમાં પોતાનું કાર્ય કરવા પ્રેરિત કરવું। 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-97.png
આત્મનિર્ભર  :-
  • અત્યારના આ નાજુક સમયમાં બાળક સાથે આપણે પણ થોડે અંશે કેળવણી જરૂરી છે.
  • બાળકને પોતાનું કાર્ય જાતે કરવા દેવું।
  • અત્યારે બાળકની પાસે ઘણો સમય છે.
  • આ સમયમાં બાળક પણ તેનું કાર્ય ઉત્સાહથી કરશે।
  • વિડીયો કોલમા તેના મિત્રોની સાથે પણ શેર કરશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-96.jpeg
શાકભાજીની સમજૂતી :-
  • ફળો અને શાકભાજીનું મહત્વ સમજાવવાનો આ સમય સૌથી સારો છે.
  • શાકભાજીને સાફ કરતી વખતે બાળકને સાથે રાખવું।
  • એક – એક ફળ અને શાકને બતાવી તે ખાવાથી થતા ફાયદા સમજાવવા।
  • આમ, બાળક તે શાક અને ફળો ખાવા પ્રેરાશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/bg1.png
મિત્ર બની તેની સાથે રમતો રમવી :-
  • એક દિવસ તેના મિત્ર બનીને તે જેમ કહે તેમ કરો.
  • આથી બાળકમાં રહેલી છુપી આવડતની જાણકારી થશે.
  • આપણું બાળક સતત આપણને માર્ક કરતું હોય.
  • આ પ્રવૃત્તિથી બાળકની છુપી લીડરશીપ બહાર આવશે।
  • બાળક ઉદાસીનતા ભૂલીને આનંદથી લોકડાઉનમાં સમય પસાર કરશે।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/ch.png
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This