લીલી ફરશી પુરી

April 15, 2020by Avani0
લીલી ફરશી પુરી
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/23-1.png
સામગ્રી :-

1 કપ મેંદો

1/2 કપ ઘઉ નો લોટ

1/2 કપ રવો

1 કપ પાલક, મેથી જીણું સમારેલ

1 ટે. સ્પૂ આદુ-મરચા-લસણની પેસ્ટ

1/2 ચમચી સેકેલ આખું જીરું

સ્વાદ પ્રમાણે મીઠું

 2 ચમચી ગરમ તેલ

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-89.jpeg
પુરી બનાવવાની રીત :-
  • સૌથી પહેલા એક વાસણમાં મેંદો ,રવો, રોટલીનો લોટ નાખી તેમાં મીઠું , જીરું,પાલક-મેથી જીણી સમારેલી અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને 2 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ તેલ બરાબર ભળી જાય ત્યાંર પછી તેને પાણીથી લોટ બાંધી લો.
  • ત્યારબાદ તેને 30 મિનિટ સુધી રાખી મુકો।
  • ત્યારબાદ એક મોટું લુવો વાળીને તેને મોટી રોટલી વણી લો.
  • ત્યારબાદ તેમાં તેલ લગાવી તેની ઉપર કસ્ટર્ડ પાવડર છાંટી ને રોટલીનો રોલ બનાવી લો. 
  • ત્યારબાદ છરીથી અથવા દોરીની મદદથી તે રોલના નાના – નાના ટુકડા કાપી લો.અને તેને દબાવી લો.
  • ત્યારબાદ તેને લંબગોળ આકારમાં વણી લો.
  • ત્યારબાદ તેલ ગરમ થાય ત્યાર પછી ધીમા તાપે તળી લો.

                                            *****************************************

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This