મારી આવડત - Blog Art

March 29, 2020by avani0

મારે કંઈક કરવું છે…

મારે કંઈક કરવું છે…આજે !

ઘરના કામથી મુક્ત થઈ ,

 કંઈક નવું જ કરવાના સપના સાથે

મારે કંઈક કરવું છે…આજે !!

મારા પરિવારને રાખી સાથે ,

મારા બાળકના વિકાસની સાથે,

મારે પણ વિકસવું છે આજે…….

મારે કંઈક કરવું છે…આજે !!

બીજાને ખુશ કરવા ઘણું કર્યું,

પરિવારને બધું સમર્પિત કર્યું

પણ મારી ખુશી માટે આજે……

મારે કંઈક કરવું છે…આજે !!

એક આદર્શ ગુહિણી બની,

એક આદર્શ નારી બનવા,

 મારી તમામ આવડત  દુનિયાને બતાવા આજે ……

મારે કંઈક કરવું છે….આજે !!

બાળકની સાથે બાળક બની ,

કોઈ પણ ધમંડ વિના,

તેની પાસેથી કંઈક શીખીને આજે….

મારે કંઈક કરવું છે…આજે !!

ભુતકાળને ભૂલી ભવિષ્યની ચિંતા વિના,

માત્ર વર્તમાનને સહારે આજે,

હા હવે તો મારે કંઈક કરવું છે આજે …….

મારે કંઈક કરવું છે।

******

avani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This