Lord Krishna

March 18, 2020by Avani0

Image result for krishna photos

 

              એવું હંમેશા થયું છે કે જ્યારે પૃથ્વી પર પાપ, ધર્મનો અનાદર થાય, નિર્દોષ લોકો પર અતિશય અત્યાચાર થાય ત્યારે મનુષ્યની રક્ષા માટે અને પાપનો વિનાશ કરવા માટે ભગવાન વિષ્ણુ કોઈને કોઈ સ્વરૂપે  ધરતી પર અવતાર લે છે. યશોદાનો લાલો અને બધાને વ્હાલો કાનુડો એ પણ વિષ્ણુનો અવતાર છે. શ્રીમદ ભાગવતમાં મોરલીવાલાની અસંખ્ય લીલાઓના દશઁન થાય છે.  આજે જન્માષ્ટમી છે કાનુડાનો જન્મદિવસ! આજે દેશભરમાં અલગ – અલગ રીતે આ લાલાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. કાનુડાના જીવનચરિત્રમાં આપણને કળિયુગના દર્શન થાય છે

1. જન્મની ઉજવણી :-

અત્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે બધા તેની ખુશાલી મનાવે છે એ કઈ નવી ઘટના નથી કાનુડાના , શ્રીરામના જન્મ સમયએ પણ જોરદાર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે પણ દીકરીના જન્મને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવતું।

2. બાળપણની રમતો :-

 

      કાનુડા મસ્તીભર્યા તોફાનથી એવું સાબિત થાય છે કે તે ખુબ જ તેજ હતા. માખણ ચોરવાની સુઝબુઝ, તેની માટલા ફોડવાની નિશાનબાજી, ઝાડ પરના ફ્લોને એક વાર નિશાન તાકતા ફળોનું પડવું આ બધી રમતોમાંથી આનંદની સાથે- સાથે તેની આવડતના દર્શન થાય છે.

 

 

 

 

 

ક્રિકેટના શોધક એક રીતે તો કૃષ્ણ જ  કહેવાય કારણકે તે એ વખતે સાપના મુખમાંથી દડો લાવ્યા હતા એ વાતથી સૌ કોઈ વાકેફ છે.

 

 

 

                                                                             અત્યારના સમયમાં એક એક રમતને અલગ કરવામાં આવે છે અને બધા           અલગ – અલગ રમતોમાં નિપુણ હોય છે યશોદાનો લાલોતો એક સાથે અનેક   વાતોમાં નિપુણ છે. આથી જ તો કાનુડા એકની પસંદગી કરીને અર્જુન  મહાભારતમાં વિજયી બન્યો।

3. નટખટ સાથે દયાવાન :-

કાનુડો નાનપણથી જ સૌ  કોઈનો લાડલો હતો તે ગોપીઓની મટકી ફોડનાર એક સમયે આખા ગામને પોતાની એક ટચલી આંગળીના સહારે બચાવ્યા હતા.

 

                      

 

   

જ્યારે દૌપદીની રક્ષા માટે આખા દરબારમાં કોઈ ન હતું ત્યારે કાનુડાએ સાડી પહેરાવી તેની મર્યાદા સાચવી હતી.

4. સંગીત અને નાચગાનમાં નિપુણ :-

        કાનુડો એ સમયમાં ગીત ગાઈને પોતાની સાથે બધાને નચાવી દેતો તે ગીત ગાવામાં નીપૂણ હતા સાથે સાથે રાસ રમાડવામાં હોશિયાર હતા. પૂનમના દિવસે વૃંદાવનમાં ચંદ્રના અજવાડે ગોપીઓ અને રાધાને સંગાથે કાનુડાની રાસ-લીલાની જમાવટ થતી.

        કાનુડાના મુખેથી બજાવાતી બંસરીની તો વાત જ જાવા દો. તેની વાંસળી વગાડવામાં એવી શક્તિ હતી તે કોઈ પણને પોતાની તરફ આકર્ષિત કરી લેતા।

5. સાદા ભોજનને પ્રાધાન્ય :-

               

               કાનુડો દ્વારિકાનો નાથ બન્યો ત્યારે કહેવાય છે કે દ્વારિકા સોનાની નગરી કહેવાતું। ત્યારે આવી ધનવાન નગરીમાં ભોજનની કોઈ કમી ન હોય તો પણ 32 જાતના પકવાનોમાંથી કાનુડાનું મનપસંદ ભાણું માખણ અને બાજરાનો રોટલો જ હતું।

               જ્યારે કાનુડો કોઇવાતે દુઃખી હતો ત્યારે માતા દેવકીએ તેની માટે જાત-જાતના પકવાન બનાવેલા પણ કાનુડો માન્યો ન હતો ત્યારબાદ તેને માતા જશોદાની વાત યાદ આવી કે કાનુડાનું મનપસંદ ભોજન તો માખણ અને બાજરાનો રોટલો છે અને આ ભોજનનું નામ સાંભળતાજ કાનુડાએ તરત જ દ્વાર ખોલ્યું હતું અને પેટ ભરીને ભોજન લીધું હતું।

               આમ આખી દુનિયાને જાત – જાતનું ભોજન આપનાર કાનુડો પોતે સાત્વિક ભોજનને મહત્વ આપતા।

6. દોસ્તી :-

 


         કાનુડા અને સુદામાની દોસ્તી એકદમ પાકી હતી. સુદામાના દુઃખની વાત કાનુડો તેના મનમાં જઈને જાણી આવ્યો હતો અને તેના મિત્રના કહયા  વિના તેની દરિદ્રતા દૂર કરી હતી. આવો આપણો મુરલીધર દયાળુ હતો.

`7. મદિરાથી થતો નાશ :-

 

                       કહેવાય છે કે કાનુડાના અંત સમયે તેના દીકરાઓ અને તેનો પરિવાર મદિરા અને લડાઈ – ઝઘડામાં ઓપ – પ્રોત હતો અને અંતે અતિશય મદિરાના લીધે પોતાના આખા પરિવારનો નાશ થયો.

 

 

 

 

 

આમ કાનુડાનું જીવન ચરિત્ર આપણને કળિયુગના જીવનચરિત્રનું ઉદાહરણ આપે છે.

**************************************

 

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This