Colours

March 15, 2020by Avani0

આપણા જીવનમાં રંગોનું ખુબ જ મહત્વ છે. આપણે પહેલીવાર આંખ ખોલી ત્યારે પ્રભુએ સર્જેલી આ સુંદર દુનિયાનો અનુભવ કર્યૉ। રંગો આપણું જીવન આનંદમય બનાવે છે. બધાને પોતાનો મનપસંદ રંગ હોય છે. બધા રંગોને પોતાનો એક ગુણધર્મ હોય છે. રંગોની પોતાની એક દુનિયા છે. બે રંગો મળીને એક નવા રંગનું સર્જન કરે છે.

રંગો આપણને કે કોઈને પણ ખુશ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.  જીવનની તમામ જરૂરિયાતોમાં આપણો એક રંગ હોય છે. રંગો આપણી દુનિયા રંગીન બનાવે છે. રંગોનું જોડાણ આપણા મન સાથે છે. જ્યારે આપણે કોઈ ફૂલ જોઈએ કે પતંગિયું જોઈએ ત્યારે આપણા મનને આનંદ થાય છે અને આપણે આપણા બધા જ દુઃખ – ચિંતા ભૂલી જીએ છીએ અને તે રંગબેરંગી પતંગિયામાં ખોવાય જઈએ છીએ.

રંગો આપણું રક્ષણ પણ કરે છે. અમુક રંગો આપણને મુશ્કેલીમાંથી ઉગારી લે છે. અમુક રંગો આપણને સફળતા અપાવે છે. કેસરી , સફેદ , લીલો  આ ત્રણ રંગો આપણા દેશની ઓળખ , ગૌરવ અને  સાન છે. આમ રંગોનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલું છે.

એક રંગ

  • તું છો તો જીવનમાં હર્ષ છે,
  • તું છો તો આંખને જોવું ગમે છે,
  • તારો સાથ પ્રકૃતિને સવારે છે,
  • તારો થોડો સાથ ભોજનની શોભા વધારે છે,
  • તું છે તો બધું સાર્થક છે ,
  • તારા વિના બધું ઉજ્જડ છે – રંગ

રંગોનું આપણા જીવનમાં મહત્વ

1. લાલ :-
  • લાલ રંગએ આપણા જીવનને એક શુભ ગતિ આપે છે. આથી જ તો આપણે લગ્નમાં વધારે પ્રમાણમાં લાલ રંગનો ઉપયોગ થતો હોય છે.
  • ભગવાનના કાર્યોમાં લાલ રંગનો વિશેષ ઉપયોગ થાય છે.
  • એક વિવાહિત સ્ત્રી પોતાના કપાળમાં લાલ રંગથી સેંથો પુરે છે.
2. કાળો :-
  • કાળો રંગ આપણું રક્ષણ કરે છે. આથી નાના બાળકોનેઆપણે કાળા રંગના દોરા બાંધીએ છીએ.
  • મંગળસૂત્રમાં પણ કાળા રંગના મોતીનો ઉપયોગ થાય છે જે આપણું રક્ષણ કરે છે.
  • કાળો રંગ મોટા ભાગે બધાનો ફેવરિટ રંગ હોય છે.
  • કાળો રંગ અન્ય બધા જ રંગો સાથે ભળી જાય છે અને તે રંગને ડાર્ક કરે છે.
3. સફેદ :-
  • સફેદ રંગ મનને શાંતિ આપે છે.આથી જ તો રંગને આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળ્યું છે.
  • ઉનાળામાં સફેદ રંગ શરીરને ગરમીથી બચવા મદદરૂપ થાય છે.
  • સફેદ રંગ આસપાસના વાતાવરણને શાંત બનાવે છે આથી મઁદિરમા સફેદ રંગ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
4. લીલો :-
  • હરિયાળી આપણને ખુબ ખુશી આપે છે અને આપણા શરીર માટે ખુબ જ અગત્યની છે આપણા ખોરાકમાં તે મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. તેનો રંગ લીલો હોય છે.
  • આથી જ તો લીલા રંગને આપણા રાષ્ટ્રધ્વજમાં તેને આગવું સ્થાન આપવામાં આવ્યું છે.
  • આપણા ખોરાક શાકાહારી છે તેની નિશાની પણ લીલા રંગની છે.
  • હકારાત્મક સત્યને સાથ આપે છે.
5. કેસરી :-
  • કેસરી રંગ આપણી દેશની શૂરવીરતાની નિશાની છે.
  • હનુમાનજીને પણ કેસરી રંગ પસંદ છે.
  • મંદિરની ધજાઓમાં પણ કેસરી રંગ રાખવામાં આવે છે.

રંગોની એક ખાસિયત હોય છે કે તે અન્ય રંગમાં ભળી જાય છે અને આમ કરી આપણને એક મહત્વનો મેસેજ આપી જાય છે કે આપણે બધા જ આ જાત પાતના બંધનથી મુક્ત થઈને એક બીજામાં ભળી જઈ અને આ સુંદર જીવન જીવી લઈ.

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This