આપણા જીવનમાં રંગોનું ખુબ જ મહત્વ છે. આપણે પહેલીવાર આંખ ખોલી ત્યારે પ્રભુએ સર્જેલી આ સુંદર દુનિયાનો અનુભવ કર્યૉ। રંગો આપણું જીવન આનંદમય બનાવે છે. બધાને પોતાનો મનપસંદ રંગ હોય છે. બધા રંગોને પોતાનો એક ગુણધર્મ હોય છે. રંગોની પોતાની એક દુનિયા છે. બે રંગો મળીને એક નવા રંગનું સર્જન કરે છે.

