Free Time

April 20, 2020by Avani0
Free Time At Home
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-110.jpeg
 પ્રસ્તાવના :
  • હમણાં ઘણા દિવસોથી આપણે બધા ઘરમાં જ છીએ.
  • ઘરે રહીને એક મહત્વનું કામ કરીએ છીએ તે છે ખાવાનું !😋  ગેઇમ રમવાનું ! સુવાનું !😴
  • થોડીવાર ફોનને બાજુ પર રાખીને જોઈએ તો ઘણી જ પ્રવૃતિઓ આપણને આનંદ આપનારી છે.
  • તો ચાલો આજે આપણે નવરાશની પળોને થોડી વ્યસ્ત પળોમાં બદલીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/family-time-eat-french-fries-together_1150-7010.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-109.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/baby.png
નવરાશની પળોમાં કંઈક યાદગાર કરીએ :
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/fr-768x404.png
રચનાત્મક પ્રવૃત્તિ :-
  • રચનાત્મક પ્રવૃતિઓ આપણને સતત કાર્યરત બનાવે છે.
  • આળસ, કંટાળો, સુસ્તીને દૂર કરી નવું સર્જન કરવાની વૃત્તિ કેળવે છે.
  • ચિત્ર , પેઇન્ટિંગ બનાવીને તેની યાદી બનાવીએ જે આપણને લાંબા સમયે એક મીઠી યાદ આપશે।
  • ગીત – સંગીત ગાઈને વિડીયો બનાવીને આપણા મિત્રોને શેર કરીએ।
  • કાગળમાંથી બનતા વિવિધ પ્રાણીઓના આકાર અને બીજી કેટ-કેટલી આકૃતિઓ જે આપણી શાળામાં આપણે કરતા તેને ફરી બનાવીએ અને આપણા બાળકોને પણ બતાવીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/Unti.png
મનપસંદ પ્રવૃત્તિ :-
  • મનપસંદ પ્રવૃતિઓ દરેક માણસના મન પર આધારિત છે.
  • જે પ્રવૃતિઓ બાળપણમાં આપણી ફેવરિટ હતી જે ક્યાંકને ક્યાંક આપણા વ્યસ્ત સમયમાં કરી શકતા નહોતા તે અત્યારે કરીએ।
  • આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે મને ટાઈમ નથી મળતો , નહી તો હું આમ કરત ! તો 
  • તો ચાલો આપણી મનપસંદ પ્રવૃત્તિ કરી અને આપણા પરિવારની સાથે શેર કરી એક સારી યાદ બનાવીએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/iStock-184837106.jpg
કસરત કરવી :-
  • કસરત કરવાથી અનેક ફાયદા થાય છે તે બધા જ જાણે છે.
  • પણ કસરત કરવાનું મન નથી થાતું😟 એનું શું કરવું 😜 ?
  • એના માટે આપણે ઘરના સભ્યોએ એક સમય નક્કી કરીને પછી સાથે મળીને કસરત કરવી જોઈએ।
  • એકાદ દિવસ કંટાળો આવશે પણ એકબીજાને જોઈ ખરેખર કસરત કરવાની મજા આવશે।
  • આનાથી સમય પસાર થશે અને વડીલોને પણ આનંદ થશે.
  • કારણકે આપણે  સૌ મોબાઇલને આપણી દુનિયા બનાવી બેઠા છીએ, એમાં આખું ઘર સાથે બેસીને વાતો કરવાનું ભૂલી ગયા છીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/y-640x407.png
ઘરના કામોમાં મદદ :-
  • અત્યારના સમયમાં જો કોઈ ફ્રી ન હોય તો એ છે ઘરની મહિલાઓ !
  • તેને ઘરની સાફ – સફાઈ થી લઈને દરેકને ભાવે તેવી રસોઈ પણ કરવાની છે.
  • એને કોઈ દિવસ રજા જ ન હોય.
  • અત્યારે તો તે સૌથી વ્યસ્ત અને સતત ચિંતિત રહે છે કે આજે તો આ બનાવ્યું હવે કાલે શું બનાવીશું ?
  • તો આપણે તેને ઘરને સાફ કરવામાં અને શાકભાજી સરખું કરવામાં થોડી મદદ કરી શકીએ જેથી તેને થોડી રાહત મળે અને તે પણ થોડો સમય પોતાને મનપસંદ પ્રવૃત્તિ કરે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/depositphotos_10254215-stock-photo-elderly-couple-cooking-640x427.jpg
ધાર્મિક ગ્રંથોનું અધ્યયન :-
  • અત્યારે દૂરદર્શનમાં ધાર્મિક સિરિયલો આવે જ છે.
  • પણ વાંચનની મજા કંઈક અલગ જ છે.
  • દરેકના ઘરે એકાદ ધાર્મિક ગ્રંથ કે પુસ્તક હોય જ છે.
  • દિવસના થોડો સમય વાંચનને આપીએ।
  • જેથી ટાઇમપાસની સાથે સંસ્કારોમાં વૃદ્ધિ થાય.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-106.jpeg
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/66-660981_welcome-page-break-design-png.png-768x131.jpeg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This