લોકડાઉનમાં વધતું વજન

April 21, 2020by Avani0
લોકડાઉનમાં વધતું  વજન 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/74777040.cms_-768x576.jpeg
પ્રસ્તાવના :
  • હમણાં કેટલાય દિવસોથી આપણે ઘરમાં જ છીએ તેની અસર આપણા મગજ પર પડે છે
  • આથી થોડે અંશે આપણે સૌ સુસ્ત, આળસુ  થઈ ગયા છીએ.
  • ઘરે રહીને એક મહત્વનું કામ કરીએ છીએ તે છે ખાવાનું !😋
  • રોજ – રોજ ઘરમાં કંઈક નવીન બનવું જોઈએ તે નક્કી!
  • ઘરની લેડીઝ ફોનથી રેસિપી જોયા કરે અને નવું – નવું બનાવ્યા કરે અને આપણે સૌ મજા લઈને ખાઈએ.
  • આપણો ખોરાક રૂટિન દિવસો કરતા વધી ગયો છે.
  • વધતો ખોરાક શરીરમાં ચરબીનું પ્રમાણ વધારી રહ્યો છે જે આપણા શરીરમાં અનેક રોગોને આવકારી રહ્યો છે.
  • આજે આપણે આ લોકડાઉનમાં આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ તેના પર વાત કરીએ.
  • જે શરીરના વધતા વજનને ઘટાડવા મદદરૂપ બનશે.
  •  તેની સાથે કોરોનાના સંક્રમણથી પણ બચાવે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/hqdefault.jpg
વજનને સ્થિર રાખવા જરૂરી બાબતો  :-
ટાઈમ ટેબલ :
  • જીવનમાં ટાઈમટેબલ હોવું જરૂરી છે.
  • ટાઇમટેબલ આપણને નિયમિતતા શીખવે છે.
  • આથી જ તો સ્કૂલમાં હોય ત્યારથી આપણે ટાઈમ ટેબલ બનાવતા શીખવે છે.
  • તો ચાલો,  લોકડાઉનમાં આપણે રૂટિન મુજબનું સમયપત્રક બનાવીએ.
  • જેમાં કામની સાથે તંદુરસ્તી પણ જળવાય અને વજનને કંટ્રોલમાં રાખી શકાય.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/TIME.png
પાણી :
  • બિનજરૂરી તત્વોને શરીરની બહાર કાઢવા માટે પાણી આવશ્યક છે.
  • રોજનું 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
  • 8 કિલોમીટર ચાલવાથી જેટલી કેલેરી ઘટે તેટલી કેલેરી પાણી પીવાથી ઘટે છે આથી વધતા વજનને અટકાવવા પાણી રામબાણ ઈલાજ છે.
  • સવારે લીંબુ સાથે પાણી પીવાથી મગજને ગજબ ફાયદા થાય છે , આથી કોઈપણ કામ કરવામાં કંટાળો આવતો નથી.
  • જળ પીવાથી પેટ ભરેલું રહે છે, આથી ભૂખ ઓછી લાગે છે.
  •  પાણીને જીવનનું અમૃત ગણવામાં આવ્યું છે.
  • પાણીથી કોઈપણ અશુદ્ધ દ્રવ્યને શુદ્ધ કરી શકાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-114.jpeg
મીઠાઈને બાજુ પર રાખીને શરબતને વધુ મહત્વ :
  • અત્યારના સમયમાં ઘરમાં રોજ વેરાયટી બનતી હોય છે એ આપ સૌની પોસ્ટ પરથી ખ્યાલ આવે છે.😋
  • આપણે શરીરને સ્ફુર્તિલું રાખવા મીઠાઈથી દૂર રહીને શરબતને મહત્વ આપીશું.
  • શરબત ગરમીમાં શરીરને તાકાત આપે છે.
  • આથી શરીરની ગરમીમાં રાહત થાય તેવા શરબતો જેવાકે , વરિયાળી, લીંબુ વગેરે પીને તાજગીની અનુભૂતિ કરીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-113.jpeg
હળવો અને પ્રોટીનવાળો ખોરાક :
  • હળવો ખોરાક આપણને પચવામાં સરળ રહે છે.
  • આથી આપણે સૌએ પચવામાં સરળ એવો પ્રોટીનયુક્ત આહાર ખુબ જરૂરી છે.
  • તાજો અને સરળ ખોરાક લેવાથી આપણે રોગમુક્ત રહીએ છીએ.
  • આવો ખોરાક વજન ઘટાડવા માટે યોગ્ય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/tomato-guar-beans-khichdi-recipe-main-photo-640x453.jpg
પ્રમાણસર ઊંઘ :
  • કુદરતની રચના પ્રમાણે વહેલી સવારે ઉઠવાનું અને રાત્રે સુઈ જવાનું.
  • આ પદ્ધતિથી આપણે વિરુદ્ધ ચાલીને રોગને આવકારીએ છીએ.
  • મોડી રાત સુધી જાગીને બપોરે ઉઠીએ છીએ.
  • પરિણામે આખો દિવસ સુસ્તી લાગે છે.
  • આ કારણે સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો બની જાય છે. 
  • માટે ટાઈમ ટેબલમાં 8 કલાકની ઊંઘ રાખવી અને તેને ફરજીયાત ફોલો કરવી જેથી શરીરની કાર્યક્ષમતા જળવાય રહે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-112.jpeg
ચાલીને થતું કાર્ય :
  • અત્યારે અમુક ઉદ્યોગો શરૂ થયા છે અને અમુક લોકો ઘરે બેસીને કામ કરે છે.
  • આથી ઓફિસવર્ક કરતા દરેકે સતત બેસી જ રહેવું પડે છે.
  • તો તેને ચાલવાનો સમય રહેતો નથી.
  • માટે આપણે  જયારે ફોન પર વાત કરતા હોય ત્યારે ચાલતા – ચાલતા કરીએ  અને  આવી જે પ્રવૃત્તિ ચાલતા શક્ય હોય તે કરીને તેનું વજન કંટ્રોલ કરી શકિએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/work-from-home-640x427.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/66-660981_welcome-page-break-design-png.png-768x131.jpeg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This