કાકડી અને પાલક રાયતા

June 3, 2021by Avani0

કાકડી અને પાલક રાયતા

https://www.blogarts.in/wp-content/uploads/2021/06/100.jpg
પ્રસ્તાવના :
  • આપણા દેશમાં ઉનાળાની ઋતુમાં ભયાનક ગરમી પડે છે.
  • લોકો ગરમીથી બચવા વિવિધ પ્રયાસો કરે છે.
  • ખોરાકમાં પણ પરિવર્તન કરે છે.
  • જેમ ઠંડી વસ્તુઓ ખોરાક તરીકે લે છે.
  • ગરમ ખોરાક ખાવાથી શરીરને ફાયદો થાય છે.
  • હાલની પરિસ્થિતિને જોઈએ તો લોકો ઠંડા પીણા,
  • કે કોઈ અન્ય ઠંડી વસ્તુ ખાતા- પીતા ડરે છે.
  • તો આપણે શરીરને ઠંડક મળે તે માટે દહીં લઈ શકીએ.
  • ઉનાળા દરમિયાન દહીં શરીર માટે હળવું અને પૌષ્ટિક ખોરાક સાબિત થયો છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/102.jpg
દહીં :
  • લોકો દહીંનો ઉપયોગ અલગ અલગ રીતથી કરતા હોય છે.
  • કોઈક લોકો સાદું દહીં ખાવાનું પસંદ કરે છે,
  • જ્યારે અમુક લોકો લસ્સી કે રાયતું બનાવે છે.
  • રાયતાના પણ વિવિધ સ્વરૂપો છે જેવાકે, બુંદી, મસાલા, ફ્રૂટ,શાકભાજુ રાયતા વગેરે.
  • પરંતુ સરળ રાયતાને પોષ્ટીક સ્વરૂપમાં રૂપાંતરિત કરવા આજની રેસિપી શેર કરું છું.
  • આ રાયતું ઉનાળાની ઋતુમાં વધારે અસરકારક સાબિત થાય છે.
  • જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી લાગે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/104.jpg

રેસિપી :

કાકડી પાલક રાયતું સામગ્રી :
1 બાઉલ દહીં
1/2 નાની ડુંગળી
1/2 નાની કાકડી
2 ચમચી પાલકની પેસ્ટ
1/2 સમારેલી ડુંગળી
સ્વાદપ્રમાણે 
સેકેલું જીરું,
મીઠું, 
મરી. 
સજાવવા માટે :
કોથમીર 
સેકેલું જીરું 
બનાવવાની રીત :
  • એક બાઉલમાં દહીં લઈને તેમાં સમારેલી ડુંગળી અને કાકડી નાખીને હલાવી લો.
  • ત્યારબાદ પાલકની પેસ્ટ નાખીને બરાબર હલાવી લો.
  • સ્વાદપ્રમાણે સેકેલું જીરું પાવડર, મરી, મીઠું નાખીને હલાવી લો.
  • કોથમીરથી રાયતું સજાવીને સર્વ કરો.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/105.jpg
પાલક કાકડી રાયતુંના ફાયદા :
  • કાકડીમા કેલેરી ઓછી હોવાથી શરીરને ઉચ્ચ પોષકતત્વો આપે છે.
  • ઉનાળામાં કાકડી ખાવાની ભલામણ કરવામાં આવે છે કારણકે,
  • તે આપણને હાઈડ્રેટેડ રાખે છે જે આંતરડા મજબૂત રાખે છે.
  • આની સાથે પાલક પણ એક સુપરડુપર ખોરાક છે.
  • તેમાં કેલ્શિયમ,મેગ્નેશિયમ અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે.
  • જે બ્લડસુગર ઘટાડવા માટે આવશ્યક છે.
  • પાલક વજન ઘટાડવા, આંખોની રોશની વધારવા અને હાડકા મજબૂત બનાવવા માટે ખુબ જ ગુણકારી છે.

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This