ખુશાલ જીવનના સાત મંત્ર

May 25, 2021by Avani0

ખુશાલ જીવનના સાત મંત્ર 

* મિત્રો ઘણા સમય પછી આજનો બ્લોગ લખ્યો છે. આપનો સહકાર એજ મારી હિંમત .*

આજના આ કપરા સમયમાં સારું જીવન જીવવા માટે એક સારી આદત હોવી જરૂરી છે ! એ છે ખુશ 😊રહેવાની.

પળે પળ જ્યાથી મળે ત્યાંથી હસવાના બહાના શોધવા.

આપણે હસવું અને આપણા લોકોને હસાવવું. બસ !

https://www.blogarts.in/wp-content/uploads/2021/05/11.jpg
 આ સમયમાં લોકો પોતાની નિજી દુશમની ભૂલીને એકબીજાને મદદ કરવા ત્તર્પર છે. 
લોકો એકબીજા પ્રત્યે લાગણીભર્યું વર્તન દાખવી રહયા છે.
 આજના આ મુશ્કેલીના સમયમાં જ્યારે મૃત્યુ લોકોની સામે જજુમી રહ્યું છે ,
ત્યારે આપણે ટેંશન ઓછું કરી ચિંતા ઓછી કરીને,
આ સમયને હિંમત સાથે ખુશ રહીને પસાર કરવાનો છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/6652.001.jpeg
1. સારા લોકોની સંગત કરવી :
😀 સારા લોકો એટલે એવા માણસો જે આપણને બીમારીના સમયે હિંમત આપે અને ખોટી અફવાથી બચાવે.
😀 ઉત્તમ વિચારોવાળી વ્યક્તિની સંગતથી આપણને બીમારી સામે લડવાની હિંમત અપાવે છે.
😀 આવી વ્યકિત કોઈપણ હોય શકે આપણાથી નાની કે મોટી.
😀 મોટિવેશન સ્પીચ સાંભળવાથી આપણા વિચારો પણ શુદ્ધ બને છે.
😀 આપણે હિંમતથી મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/15.png
2. પૌષ્ટિક ખોરાક જમવો :
😀 ખોરાક ઉપર આપણું શરીર ચાલે છે. 
😀 શરીરને ખંતીલું બનાવવું કે કમજોર બનાવવું તેનો 90 % જવાબદાર પરિબળ એ  ખોરાક છે.
😀 માટે તંદુરસ્ત ખોરાક ખાઈએ અને શરીર સાથે મનને પણ તંદુરસ્ત બનાવીએ.
😀 કારણકે જો શરીર ફિટ હશે તો મન પણ આનંદિત રહે છે અને રોગો આપણાથી કોષો દૂર રહે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/16.jpg
3. પૂરતી ઊંઘ :
😀 હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો મોટા ભાગના શહેરોમાં લોકડાઉન છે.
😀 લોકો ઘરે રહીને કામ કરે છે.
😀 વ્યવહારિક પ્રસંગો ધીમે ધીમે ઓછા થઈ રહયા છે અથવા તો ફોનના માધ્યમથી થતા થયા છે.
😀 આ પરિસ્થિતિમાં આપણે આસાનીથી સુવા માટે સમય કાઢી શકીએ છીએ.
😀 રાતની 7 થી 8 કલાકની ઊંઘ શરીરને તંદુરસ્ત બનાવા માટે ખુબ જ જરૂરી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/17.jpg
4. ખોટા સમાચારોથી કોસો દૂર:
😀 આપણા મન પર જેટલી બીમારી અસર ના કરે એનાથી વધુ અસર અફવાઓ સાંભળવાથી થાય છે.
😀 સમાચારો જાણકારી આપે છે પણ કોઈક વાર વધુ જાણકારી મનને ચિંતિત કરી દે છે.
😀  આ પરિસ્થિતિમાં આપણે ખુશ રહીએ અને આપના પરિવારને પણ સુખી રાખીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/18.jpg
5.  સામાન્ય કસરતો :
😀 કસરતથી શરીરને તાકાત મળે છે.
😀 રોજ થોડું ચાલવાથી અને ઘરના નાના મોટા કાર્યો કરવાથી સ્ફૂર્તિ મળે છે.
😀 આજકાલ સાયકલ ચલાવાનું ચલણ વધતું જાય છે લોકો પોતાના નવરાશના સમયમાં સાયકલ ચલાવા જાય છે.
😀  સવાર અને સાંજના સમયે સાયકલ ચલાવવાની મજા જ કંઈક અલગ હોય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/19.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/20.jpg
6. નવું જાણવાની વૃત્તિ કેળવવી :
😀 આજકાલતો લગભગ નાનાથી માંડીને મોટા દરેકની પાસે સ્માર્ટ ફોન હોય જ છે.
😀 મોબાઈલના માધ્યમથી રોજ કંઈક નવું જાણવાની ટ્રાય કરવી  જોઈએ.
😀 જીવનમાં કંઈક નવીનતા હોય તો જીવન જીવવાની કંઈક અલગ જ  મજા આવે છે.
😀 મન આપણું એમાજ રચ્યુંપચ્યું રહે છે.
😀 કોઈકવાર તો નવીનતામાં શ્રેષ્ઠતાનું સર્જન અજાણતા જ થઈ જતું હોય છે.
😀 જે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/21.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/222.jpg
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/322.jpg
7.  હકારાત્મક દ્રષ્ટિકોણ :
😀 આપણે સારા તો સૌ  કોઈ સારા !
😀 આ મહામારીના સમયમાં તો દરેકને આપણા બનાવીને જીવવાનું છે.
😀 આપણી આસપાસના આપણા સમાજના લોકોને મદદરૂપ બનીએ અને મળે એટલી ખુશી મેળવી લઈએ.
https://www.blogarts.in/wp-content/uploads/2021/05/24.jpg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This