2019/20 માં ભારતમાં બનેલ વ્યૂહાત્મક પુલ

April 29, 2020by Avani0

2019/20  માં ભારતમાં બનેલ વ્યૂહાત્મક પુલ

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/67218891.jpg
પ્રસ્તાવના :
  • ભારતમાં 2019 માં ઘણા મહત્વના પુલો બનાવવામાં આવ્યા છે. 
  • આજે આપણે દેશની સરહદથી નજીકના વિસ્તારમાં બનેલ વ્યૂહાત્મક પુલ વિષે જાણીએ.
  • આપણે જમ્મુ – કાશમીર, લદાખ અને અરુણાચલ પ્રદેશમાં બનેલ પુલ વિષે વાત કરીએ.
  • જે પાકિસ્તાન અને ચીનની બોર્ડરથી નજીકનો વિસ્તાર છે. 
  • આ પુલ ભારતની રણનીતિને સહાયક બનશે।
વ્યૂહાત્મક પુલ – 2019/20
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/p1.png
1. ઉજ્જ અને બસંતર પુલ [જુલાઈ – 2019]
➥ ઉજ્જ પુલ :
➥ બસંતર પુલ :
  • ઉજ્જ પુલ એક કિલોમીટર લાંબો છે.
  • જે જમ્મુ – કાશ્મીરના કથુઆ જિલ્લામાં આવેલો છે.
  • ઉજ્જ પુલનું ઉદ્ધાટન આપણા રક્ષામંત્રી રાજનાથ સિંઘ દ્વારા કરવામાં આવેલું છે.

617.40 મીટર ની લંબાઈ ધરાવતો બસંતર પુલ જમ્મુ -કશ્મીરના સાંબા જિલ્લામાં બનાવવામાં આવ્યો છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/ujj.png
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/D_1hrkdU4AEiUWy.jpg
  • આ બન્ને પુલનું નિર્માણ પ્રોજેક્ટ સંપર્ક દ્વારા BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ) ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.
  • BRO એ MOD -[ મિનિસ્ટ્રી ઓફ ડેફેન્સ] એટલે કે બચાવ મંત્રાલયની હેઠળ આવે છે.
  • જ્યારે આ બન્ને પુલનું બાંધકામ થતું હતું ત્યારે વર્ષા ઋતુ ચાલતી હોવાથી વરસાદ નડ્યો હતો.
  • તેની સાથે પાકિસ્તાનથી સતત ગોળીબાર થતો હતો.
2. કર્નલ ચેવાંગ રિન્ચેન સેતુ :
➥ ઇતિહાસ :
  • કર્નલ ચેવાંગને લદાખનો “સાવજ” કહેવામાં આવે છે.
  • એક એવા બહાદુર સિપાહી જે બે વાર મહાવીર ચક્ર જીત્યા છે.
  • તેનો જન્મ 11 November 1931 માં નુબ્રાવેલીમાં થયો હતો.
  • આવા મહાન સિપાહી ભારતને હંમેશા યાદ રહે માટે આ પુલનું નામ “કર્નલ ચેવાંગ રિન્ચેન સેતુ” રાખવામાં આવ્યુ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/hqdefault-2.jpg
➥ નિર્માણ :
  • કર્નલ ચેવાંગ રિન્ચેન પુલનું નિર્માણ oct -2019 BRO દ્વારા કરવામાં આવ્યું છે.
  • સૌથી વધુ ઉંચાઈ ધરાવતો આ પુલ ઈન્ડો ચાઈના બોર્ડરથી 45 કિલોમીટર જ દૂર છે.
  • રિન્ચેન પુલ શ્યોક નદી ઉપર બનાવવામાં આવેલો છે.
  • શ્યોક નદીનો પ્રવાહ ઘાતક છે આથી આ નદીને “મત્યુ નદી” પણ કહેવામાં આવે છે.
  • આ નદી ઉપર પુલ બનાવવોએ BRO માટે પડકારરૂપ હતું.
  • સેતુની લંબાઈ 400 મિટર છે.
  • લગભગ 15000 ફીટથી ઉંચાઈએ બાંધવામાં આવેલ કર્નલ ચેવાંગ રિન્ચેન સેતુ લોકોને ખુબ મદદરૂપ નીવડશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/2017-10largeimg205-oct-2017-232408127-1571417566.jpg
➥ ફાયદા :
  • પુલની ખાસિયત એ છે કે તે દરેક ઋતુમાં કાર્ય કરશે।
  • આ પુલ બનવાથી લદાખ અન્ય ઘણા વિસ્તારથી જોડાઈ શકશે.
  • સરહદની સુરક્ષા માટે ઉપયોગી નીવડશે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/col-chewang-rinchen-setu-inaugurated.jpg

સિયાચીન :

  • સિયાચીન પર્યટક માટે આ પુલ મદદરૂપ નીવડશે , જે 35 વર્ષ પહેલા પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
  • ઍન્ટાર્કટિક પ્રદેશને બાદ કરીએ તો ઉંચાઈ ધરાવતો બર્ફીલો રમણીય પ્રદેશ છે.
  • આ પ્રદેશ એક યુદ્ધભૂમિ છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/Siachen-Glacier-Indian-Army.jpg
3. પુલ સિસેરી નદી :-
  • આ પુલ BRO દ્વારા નવેમ્બર – 2019માં બનાવવામાં આવ્યો.
  • આ પુલ સિયાંગ નદી અને ડિબાંગ નદીને જોડશે જે અરુણાચલ પરદેશમાં સ્થિત છે.
  • 200 મિટરની લંબાઈ ધરાવે છે.
The Union Minister for Defence, Shri Rajnath Singh inaugurating Sisseri River bridge connecting Lower Dibang Valley with East Siang, in Arunachal Pradesh on November 15, 2019.
	The Chief Minister of Arunachal Pradesh, Shri Pema Khandu and the Director General, Border Roads, Lt. General Harpal Singh are also seen.
4. દાપોરીજો પુલ :-
  • BRO હેઠળ બનાવવામાં આવેલ દાપોરીજો પુલ એપ્રિલ 2020 એટલે કે હાલમાં જ બન્યો છે.
  • સુબાનસીરી નદી જે અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે તેના પર દાપોરીજો પુલ બનાવવામાં માત્ર 27 દિવસનો જ સમય લાગ્યો છે.
  • બ્રમ્હપુત્રની સૌથી મોટી ઉપનદી ગણાતી નદી શુબાનસિરી ઉપર બનાવવામાં આવેલો પુલ ભારત અને ચીન વચ્ચેની Line of Actual Control -LAC ની ખુબ નજીક છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/BRO-constructs-bridge-in-record-time.jpg
➥ ખાસિયત :
  • આર્ટિલરી બંદૂકની નિકાસ સરળ કરવા 40 ટન વજનની ક્ષમતા ધરાવે છે.
  • BRO એ આ કાર્ય લોકડાઉનના તમામ નિયમોને પાળીને કર્યું છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/TH03DHANUSH.jpeg

Sources : you tube 

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/66-660981_welcome-page-break-design-png.png.jpeg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This