ભારત એકતા ગીત

March 22, 2020by Avani0

આજે બધા એક થઈ જઈએ…

ચાલો હવે બધા એક થઈ જઈએ….

કોણ મોટું કોણ નાનું,

કોણ ઘનિક કોણ ગરીબ,

બધા વિચારો છોડી ચાલો…..

આજે બધા એક થઈ જઈએ!!

ન તો આપણા શહેર માટે,

કે ન તો આપણા રાજ્ય માટે,

પણ આપણા ભારતની સુરક્ષા માટે ચાલો….

આજે બધા એક થઈ જઈએ !!

ભૂકંપનો સામનો કર્યો,

જળપ્રકોપનો સામનો કર્યો,

તો માનવસર્જિત કોરોના ને હરાવવા ચાલો…..

આજે બધા એક થઈ જઈએ !!

દેશમાંથી કોરોના ભગાડવા,

બધાના ચહેરા પર ખુશાલી લાવવા,

કાલે જનતા કર્ફ્યુ નું  પાલન કરી ચાલો…..

આજે બધા એક થઈ જઈએ !!

********************************

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This