ફરાળી સ્વાદિષ્ટ પુરી

February 28, 2022by Avani

ફરાળી સ્વાદિષ્ટ  પુરી

                 આપણો ભારત દેશ આપણી સંસ્કૃતિ અને ધાર્મિક શ્રદ્ધા લીધે ઓળખાતો દેશ છે. અનેક વ્રત આપણા દેશની નારીઓ પોતાના પરિવાર માટે રાખતી હોય છે. લગભગ બાર મહિનામાં દરેક મહિનો પોતાની સાથે એક પવિત્ર દિવસ લઈને આવે છે.  

                 શિવરાત્રી નો તહેવાર છે. શિવભક્તો માટે આજનો દિવસ ખુબ જ મત્વનો હોય છે. શ્રદ્ધાળુઓ આજના દિવસે ઉપવાસ કરે છે. તો આજનો મારો બ્લોગ ઉપવાસમાં લેવાતા આવતા એક સ્વાદિષ્ટ વાનગી ઉપર છે. જે બનવામાં ખુબ જ સરળ અને ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે. જો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક અને શેર કરવા વિનંતી. 

https://www.blogarts.in/wp-content/uploads/2022/02/Rajira-Puri2.jpg

સામગ્રી :

100 ગ્રામ રાજગરા લોટ,

150 ગ્રામ બટેટા 

લીલા મરચા -આદુની પેસ્ટ (સ્વાદપ્રમાણે)

અધકચરું ખાંડેલું જીરું 

મરી પાઉડર મીઠું 

તેલ (તળવા માટે)

https://www.blogarts.in/wp-content/uploads/2022/02/rajgira-ki-poori-amaranth-ki-poori-method.webp

રીત :

  • સૌ પ્રથમ બટેટાને બાફી લો.
  • રાજગરાનો લોટ ચાળીને તેમાં બાફેલા છીલેલા બટેટા ઉમેરી દો.
  • ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ, તીખા અને સ્વાદપ્રમાણે મીઠું નાખીને બરાબર હલાવી લો.
  • નવશેકું પાણી ગરમ કરીને જરુર મુજબ નાખીને પુરી જેવો લોટ બાંધી લો.
  • પાંચ મિનિટ લોટને બરાબર મસળો.
  • નાના લુવા બનાવી લો.
  • પાટલા ઉપર પલાસ્ટીક મૂકીને તેના ઉપર તેલ લગાવીને હળવા હાથે પુરી વણી લો. 
  • ગરમ તેલમાં મધ્યમ તાપે પુરી તળી લો.
  • પૂરીને  ચા, દહીં કે છૂંદા સાથે ગરમા ગરમ પીરસી દો.
https://www.blogarts.in/wp-content/uploads/2022/02/puri_Archana_s_Kitchen.webp

Avani

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This