આદતો

June 12, 2021by Avani0

આદતો

https://www.blogarts.in/wp-content/uploads/2021/06/p.jpg
પ્રસ્તાવના :
  • આપણા દરેકના જીવનમાં આદતો હોય છે.
  • બે ટાઇપની આદતો હોય છે.
  • 1. સારી આદતો 
  • 2. ખરાબ આદતો 
  • સારી આદતો એ સુખી અને સ્વસ્થ જીવન જીવવા આદર્શ પરિબળ છે.
  • આદતો આપણા સામાન્ય જ્ઞાન અને પ્રેરણાને રોજિંદી ટેવોમાં રૂપાંતરિત કરે છે.
  • જીવનમાં સારી ટેવો પાડવીએ આપણા અનુભવોને સુધારવાનો યોગ્ય રસ્તો છે.
  • ઉત્તમ હેબિટ આપણને ખરાબ વિચારો અને લોકોનો સામનો કરાવવા પૂરતી છે.
  • તંદુરસ્ત જીવનનો પાયો વિકસાવવાની ટેવ જીવનમાં ખુબ જ ફાયદો કરશે.
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/098-1.png
1. ઓળખ :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/m1.jpg
  1. આદતો આપણી ઓળખાણ છે.
  2. આ એવી છે કે તેનો વિચાર કર્યા વિના પણ આપણે કરીએ છીએ.
  3. ઉદાહરણ તરીકે, રોજ સવારે ઉઠીને બ્રશ કરવું.
  4. જેવી ટેવ એવું રૂટિન સેટ થઈ જાય છે.
  5. પરિણામે આદતો આપણી એક અલગ છબી બનાવે છે.
2. બદલાવ :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/f1-1.gif
  1. જીવનમાં આદત એક એવી છે કે જેને આપણે આપણી સગવડતા અનુસાર બદલી શકીએ છીએ.
  2. જે બાબત કે ટેવ આપણે પસંદ નથી તેને રૂટીનમાંથી ડીલીટ આપી દઇએ છીએ.
  3. અમુક આદતો ચેલેન્જિંગ હોય છે.
  4. જેમકે, વજન ઘટાડવો હોય તો અમુક કેલેરીવાળો ખોરાક ખાવાનો બંધ કરવો પડે.
  5. તે સમયે આપણી આદતો ન બદલાય ત્યાં સુધી કંટ્રોલ કરવો અઘરો થઈ જતો હોય છે.
3. લક્ષ્ય સિદ્ધ કરે :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/li.png
  1. સારી આદતો આપણા જીવનમાં ઉપયોગી નીવડે છે.
  2. નક્કી કર્યું હોય કે પરીક્ષામાં 90% લાવવા.
  3. તેની માટે સવારે વહેલા ઉઠવું પડે, વાંચવું પડે.
  4. પૌષ્ટિક આહાર જમવો પડે.
  5. આમ તમામ સારી આદતોને ફોલો કરીને આપણું ધારેલું પરિણામ મેળવી શકીએ છીએ.
4. પાયો મજબૂત કરે :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/good-habits-magnet.jpg
  1. આપણી આદતો ઓળખ ઉભી કરે છે.
  2. એક છાપ ઉભી કરે છે.
  3. કેટલાય એવા નામાંકિત લોકો છે જેને લોકો પૂજે છે તેની આદતોને પોતાની આદત બનાવવા માંગે છે.
  4. અમુક લોકોને બધાને હસાવવાની આદત હોય તો લોકો એ વ્યક્તિને ખુબ આનંદ સાથે સહકાર આપશે.
  5. અમુક લોકો વાતવાતમાં ગુસ્સો કરતા હોય,
  6. કચકચ કરતા હોય તો લોકોને આવી આદતોવાળા લોકો પસંદ હોતા નથી.
5. સ્વબદ્લાવ લાવી શકે :
https://www.blogarts.in/wp-content/uploads/2021/06/8-healthy-habits-for-weight-loss-722x406-1.jpg
  1. શુભ આદતો આપણા પોતાનામાં બદલાવ લાવી શકે છે.
  2. મનોબળ મજબૂત બનાવે છે.
  3. કોઈપણ કાર્ય અશક્ય નથી.
  4. શરુયાતમાં જંક ફૂડ વિના ન રહેવાય પણ જેમ જેમ કસરતમાં અને લીલા શાકભાજી ખાવાનું શરૂ કરીએ,
  5. તેમ તેમ વજન ઘટે અને આપણું વજન ઘટાડવાનું સપનું નજીક દેખાય ત્યારે,
  6. આપણે સ્વબદલાવનો સાક્ષાત અનુભવ કરીએ છીએ. 

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This