બાળકોના પ્રિય દાદા-દાદી - Blog Art

April 8, 2020by avani0
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/d.png

જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત  થાય ત્યારે તેનો સાથીદાર તેના પૌત્ર  કે પૌત્રી હોય છે. તેમજ બાળકને મન તેના દાદા-દાદી ઘરના સભ્યો માથી સૌથી  પ્રિય હોય છે કારણકે બાળકોને મનગમતી કોઈ પણ વસ્તુ બાળકને દાદા -દાદી પાસેથી મળે છે. આથી જ તો કહેવાય છે ને કે,

      खुश नसीब होता हे वो बच्चा ,

      जिनके सर पर दादा-दादी का हाथ हे। 

 •  દાદા-દાદી માટે તેના પૌત્ર -પૌત્રી એ પોતાના સંતાનોથી પણ અધિક હોય છે.
 • તે બાળક સાથે બાળક બની રહે છે .
 • તે બાળકના મિત્ર બની રહે છે.
 • એક બાળક પોતાના માતા-પિતાની વાત માનતું ન હોય એવું બને ,પણ તે તેના દાદા-દાદીની વાત હંમેશા માને છે.
 • બાળકને જે જોઈએ તે તેના દાદા-દાદી અપાવે છે માટે બાળક ઘરના બધા પાસે પ્રયત્ન કરી અંતે તે તેના દાદા-દાદી પાસે જાય છે અને ત્યાંજ તેને જોઈતી વસ્તુ મળી જાય છે.
 • દાદા-દાદી બાળકને ખુબ લાડ કરે છે.

       

Chocolate       
 • બાળકને ચોકલેટ આપવાનું કામ દાદા-દાદીનું પહેલા હોય છે.
 • તે જાણતા હોય છે કે ચોકલેટથી શરદી થાશે પણ બાળકની ખુશી માટે બાળકની મમ્મીથી છુપાવીને બાળકને ચોકલેટ અપાવે છે, તેનો પ્રયાસ બાળકને માત્ર હસાવાનો હોય છે.
 • તે ક્યારેય બાળકને રડતું જોઈ શકતા નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-54.jpeg
Joint Family
 • સંયુક્ત પરિવારમાં બાળકને ખિજાવાનું કામ તેની મમ્મી કરે છે અને મનાવાનું કામ બાળકના દાદા-દાદી કરે છે.
 • સંયુક્ત પરિવારની આ જ તો મજા છે કે બાળકને શીખ, લાડ, પ્રેમ, વહેંચણી, લાગણી બધું જ શીખવા મળે છે. આમેય દાદા-દાદીનો પ્રેમ એ બાળકના ઘડતરનો એક મહત્વનો પાયો છે. બાળકને સંપૂર્ણ પ્રેમ મળી રહે છે.
Grand Parents
 • આજકાલ પરિવાર નાના થતા જાય છે.
 • એકનો એક દીકરો તેના માતા-પિતાથી અલગ રહે છે આથી બાળકને દાદા-દાદીનો પ્રેમથી વંચિત રહી જાય છે.
 • કોઈક વાર જ્યારે તે તેના દાદા-દાદીને મળે છે ત્યારે બાળકનો ચહેરો ખીલી ઉઠે છે. બાળકને તેના દાદા-દાદી થી અલગ કરવું નહીં ઘણા ઘરોમાં આવું જોવા મળે છે કે એક ઘરમાં એક છતની નીચે રહેતા હોય છતાં પણ બાળકને તેના દાદા- દાદી પાસે જવા દેવામાં આવતું નથી તો આ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે બાળક પર માતા-પિતાનો જેટલો અધિકાર છે તેનાથી વધુ તેના દાદા – દાદીનો  અધિકાર છે.
 • બાળક જયારે બોલતા શીખે ત્યારે પહેલો શબ્દ દાદા બોલતા શીખે છે. જ્યારે બાળક દાદા બોલે ત્યારે દાદાને આનંદ થાય છે.  

➤ બાળકના વિકાસમાં દાદા-દાદીનું યોગદાન :-

 * બાળકને એક પરિવારની ઓળખ કરાવે છે.

 * દાદી – દાદા  બાળકને ખાતા શીખવે છે અમુક મીઠાઈઓ જે બાળક માટે પોષણયુક્ત હોય તે મમ્મીને   બનાવતા ન આવડતી હોય ત્યારે દાદી તે બનાવી  આપે અને દાદા બાળકને ખવડાવે છે.

 * બાળકને હાલરડાં ગાઈને સુવડાવે છે આથી બાળકની અંદર નાનપણથીજ ભગવાન પ્રત્યે લાગણી થાય છે.

 * બાળક જ્યારે બીમાર પડે ત્યારે ઘરગથ્થુ ઉપાય કરીને બાળકને પીવડાવે છે.જેમકે , શરદી થાય ત્યારે  નાગરવેલનું પાન ગરમ કરી મલમલના કપડામાં રાખીને બાળકની છાતી પર    લગાવાથી   બાળકનો કફ છૂટો પડે છે.

 * બાળકની સાથે પા-પા પગલીથી લઈને બાળક સાથે દોડા – કરવામાં,સંતાકૂકડી રમવામાં દાદાઓ મોટો હાથ હોય છે.

 *  બાળક મોટું થાય  ત્યારે તેને ભણવામાં , સાઈકલ શીખવવા , બેટ-બોલ રમવા માટે દાદા બાળકના મિત્ર બની જાય છે.

 *  બાળકને આપણા વીરોની ઓળખ એક વાર્તા સ્વરૂપે કરીને તેનું જ્ઞાન વધારવામાં દાદાનો રોલ અનેકગણો છે.  

 *  ઘરમાં દાદા-દાદી હોય તો બાળકની મમ્મીને પોતાના કામ કરવા માટે સમય મળી રહે છે.

      આપણે જાણીએ છીએ કે માતા-પિતા અને દીકરા-દીકરી કરતા દાદા-દાદી  અને પૌત્ર -પૌત્રીનો સંબંધ વધારે મજબૂત હોય છે.

      આમ પણ જેમ,

                              ફૂલ ખીલવા માટે પાણી અને તડકાની જરૂર હોય છે તેમ જ,

                              બાળકના વિકાસ  માટે માતા-પિતા ની સાથે દાદા-દાદીની પણ જરૂર હોય છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

avani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This