બુદ્ધિ

February 3, 2022by Avani

બુદ્ધિ 

https://www.blogarts.in/wp-content/uploads/2022/02/news.jpg

                  થોડું વધુ  સમય લાગી ગયો લખવામાં પણ આજ એક સુંદર બુકમાં એક બહુ અમૂલ્ય વાત જાણવા મળી જે તમારી સાથે શેર કરું છું 😊.

                             એક દિવસ એક પત્રકારે લાંબુ વિચાર્યા વિના પોતાના સમાચારપત્રકમાં છાપી દીધું કે ” દુનિયાની 50% મહિલાઓ બેવકૂફ છે.” આ વાંચીને એ વિસ્તારની મહિલાઓ સાથે મળીને પ્રેસ પાસે હોબાળો કરવા લાગી। પેલો પત્રકાર ડરી ગયો અને તેના બોસ પાસે આવીને આ વિષે વાત કહીને રડવા લાગ્યો અને બેબાકળો થઈ ગયો. તેના બોસે તેને શાંત રહેવા કહ્યું અને કહ્યું કે કાલના સમાચારમાં એમ છાપજે કે , ” દુનિયાની 50% મહિલાઓ બુદ્ધિશાળી હોય છે. ” 

https://www.blogarts.in/wp-content/uploads/2022/02/ab93e6184e3cd2403329760b55f8d26f.jpg

                  પેલો યુવાન ચાલ્યો ગયો. અને બીજા દિવસે મહિલાઓએ સમાચારપત્રક હાથમાં લીધું અને હેડલાઈન વાંચીને ખુશ થઈ ગઈ। અને પ્રેસ પાસે આવીને પેલાને બિરદાવવા લાગી।

યુવાન દોડીને બોસની ઓફિસમાં આવ્યો અને બધીજ વાત કરી ત્યારબાદ તેના સરે કહ્યું કે , ” બુદ્ધિ હંમેશા બદામ ખાવાથી નથી વધતી , ઠોકરો ખાવાથી પણ વધે છે “

                                                          અનેક પ્રયત્નો કરીને મળેલી સફળતા માણસને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા ત્તર્પર બનાવે છે। 


Avani

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This