learn ફ્રોમ your 👫

January 18, 2022by Avani

learn ફ્રોમ your 👫

https://www.blogarts.in/wp-content/uploads/2022/01/relationship-quotes-oct27-19.webp
પ્રસ્તાવના :

                    પ્રેમ અને વિશ્વાસ સાથે બંધનમાં બંધાય એટલે” સાચો સંબંધ”. પતિ-પત્નીના સંબંધોમાં બંનેએ નાની-નાની બાબતોને નજરઅંદાજ કરવી જોઈએ જેથી તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન રહે. ખોટી સમજ લગભગ દરેક પ્રકારના સંબંધોનો કુદરતી ભાગ બની ગયો હોય તેવું લાગે છે. પછી ભલે તે સહકર્મીઓ વચ્ચે હોય, મિત્રો વચ્ચે, ભાઈ-બહેનો વચ્ચે હોય અને દુ:ખની વાત હોય, એવા યુગલો હોય કે જેઓ એકબીજાને ખુશ રાખવા સુખેથી જીવન જીવતા હોય છે. 

 

સમાજની એક દુઃખદ વાસ્તવિકતા છે, કે ગેરસમજ, બેવફાઈ અને ઘટતી પ્રતિબદ્ધતા છૂટાછેડાના મુખ્ય કારણો છે. પ્રશ્ન એ છે કે શું આપણે તેને ટાળી શકીએ? 
શું સંબંધોમાં ગેરસમજણો ટાળવા માટે પ્રયાસ કરવો જોઈએ? 

તો તેનો જવાબ એ છે કે આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણા જ પાર્ટનર 👫 પાસેથી શોધવાનું છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2022/01/569-5696639_jaw-animated-cartoon-facial-expression-husband-and-wife.png
મારી દ્રષ્ટિએ અહીં મહત્વના 4 મુદાઓ છે જે હમેશા દરેક પતિ પત્નીએ અનુસરવા જોઈએ.
1. અફવાઓથી દૂર રહેવું :
  • સુખી લગ્ન જીવનને બગાડવાવાળા જીવનમાં કેટલાએ લોકો આવે પણ આપણે હમેશા આપણા પાર્ટનરની વાત સાંભળવી.
  • વિવિધ બેકગ્રાઉન્ડના બે અલગ લોકો, કે જે જુદી-જુદી વિચારધારાઓ સાથે ઉછરેલા હોય,
  • એવામાં જ્યારે એક દંપતિ તરીકે સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે અમુક ઘર્ષણનો અનુભવ થાય છે.
  • આ નેચરલ છે. એક મહત્વની વાત – સફળ સંબંધ માટે કોઈ સંપૂર્ણ પાઠ્યપુસ્તકો નથી.
https://www.blogarts.in/wp-content/uploads/2022/01/Untitled-3.png
2. એકબીજાને મહત્વ આપવું :
  • જીવનમાં કોઈપણ સંપૂર્ણ હોતું નથી.
  • ભગવાન હમેશા એવા બે અલગ વ્યક્તિત્વ ધરાવતા સ્ત્રી – પુરુષનું મિલન કરાવે છે જે બન્ને સાથે મળીને પરફેક્ટ બને.
  • લગભગ દરેકને એવું જ હોય છે.
  • ઉદાહરણ લઈએ તો ખાવા પીવાનો શોખ અલગ હોય છે, કોઈને ડાન્સ સંગીત ગમતું હોય તો તેના પાર્ટનરને તે ના જ ગમતું હોય.
  • તો આવા સંજોગોમાં બેયલોકોએ સાથે મળીને એકબીજાને થોડો સહકાર આપવો જોઈએ.
https://www.blogarts.in/wp-content/uploads/2022/01/together-and-happy-2948319_1280.png
3. એકબીજાને મદદ કરવી :
  •  એક હાથે ટાલી પાડવી અશક્ય છે , તેમ એક તરફી કોઈપણ કાર્ય શક્ય નથી.
  • સુખી લગ્નજીવનમાં બંનેએ એક્બીજની હેલ્પ કરવ જોઈએ.
  • થઈ શકે તેવા દરેક કાર્યમાં આજના ખુશાલ દંપતીઓ એકબીજાની મદદ કરતા થયા છે.
  • જેમકે , કરિયાણા સ્ટોર પર લેડીઝ પણ પતિને મદદ કરાવતી હોય છે.
  • એક પગારદાર માણસ રાખવો એના કરતા પત્ની પોતાની ફરજ સમજી પતિની મદદ કરતી થઈ છે. 
https://www.blogarts.in/wp-content/uploads/2022/01/freelancers-family-working-computers-home-husband-wife-cartoon-characters-creative-workplace-modern-distance-employment-164133668.jpg
  • તેવી જ રીતે બીમાર પત્નીની પુરી કાળજી એક પતિ રાખતા જોવા મળે છે.
  • બાળકોને શાળાએ મોકલવા, જમાડવા, પ્રસંગોપાત ઘરની નાની – મોટી ચીજ- વસ્તુ લાવી આપવી લાવવી, વગેરે. 
https://www.blogarts.in/wp-content/uploads/2022/01/146-1460309_people-in-a-civil-partnership-cartoon-husband-and.jpg

આમ, આજનો શિક્ષિત પતિ – પત્નીઓ એકબીજાને બની શકે તેટલી મદદ કરતા થયા છે.

4. દિવસનો થોડો સમય પાર્ટનરને નામ :
                  એક મજબુત સંબંધ બનાવવા માટે બંનેએ સાથે સમય વ્યવસ્થિત કરવાનું જરૂરી છે. રોજીંદાજીવનમાં ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોઈએ પરંતુ લગ્નજીવન મજબૂત બનાવવા માટે સહભાગી માટે થોડો સમય આપવો ખુબ જ જરૂરી છે. 
Troubles in Couple Relationship Vector Flat Design Cartoon Illustration Married Man Woman Lovers Sitting on Sofa in Modern Living Room Not Talking Guy Embracing Girlfriend with One Hand after Argument

Avani

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This